ગરબો એટલે ગુજરાતનું ઘરેણું. ગુજરાતનો મહા આનંદ ઉત્સવ અને ભક્તિ
તથા આરાધના. આજે તાલીઓથી ઘૂમીએ ગરબે..

Dipti |
નોરતાંની રાત…રમેશ પટેલ(આકાશદીપ)
ઢોલીડા…ઢોલીડા…ધબકે માઝમ રાત(૨)
શોભે નવલા નોરતાની રાત(૨)
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)
એકતાલી,બે તાલી,દેજો રે સાત તાલી(૨)
કે ગરબે…ઘૂમે આરાસુરી માત(૨)
શોભે નવલા નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)
એક તાલી, બે તાલી દેજો રે સાત તાલી(૨)
કે ગરબે…કે ગરબે ઘૂમે પાવાવાળી માત(૨)
શોભે નવલા નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)
શ્રધ્ધાના દીવડાને…તાલીઓના તાલ(૨)
ધબકેછે ઢોલને ભક્તિની હેલ
ગાઈએ ગુણલાને…. રમીએ રાસ,રમીએ રાસ
કે ગરબે..કે ગરબે ઘૂમે બહૂચરમાત
કે ગરબે..કે ગરબે ઘૂમે ઉમીયામાત
કે ગરબે ઘૂમે આશાપુરીમાત
ઝમકે ઝાંઝરનો ઝમકાર,શોભે નવલાં નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)
રમેશ પટેલ(આકાશદીપ)
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
એકતાલી,બે તાલી,દેજો રે સાત તાલી(૨)
કે ગરબે…ઘૂમે આરાસુરી માત(૨)
શોભે નવલા નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)
વાહ દીપ સાહેબ વાહ કલ્પનાના રંગોમાં આપે અમને ઘેર બેઠે
નવરાત્રીના રંગમાં ઝબોળી દીધા.
આદરણીયશ્રી. રમેશભાઈ
શ્રધ્ધાના દીવડાને હંમેશા દિલમાં પ્રજવ્લિત રહે.
સુંદર પંક્તિઓ
” શ્રધ્ધાના દીવડાને…તાલીઓના તાલ(૨)
ધબકેછે ઢોલને ભક્તિની હેલ
ગાઈએ ગુણલાને…. રમીએ રાસ,રમીએ રાસ.”
કિશોરભાઈ પટેલ
આદરણીય શ્રી રમેશભાઈ,
શ્રધ્ધાના દીવડાને…તાલીઓના તાલ(૨)
ધબકેછે ઢોલને ભક્તિની હેલ
ગાઈએ ગુણલાને…. રમીએ રાસ,રમીએ રાસ
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)…
સુંદર ભાવ સાથેની મા ની વંદના ,,,
ધન્યવાદ !