ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી. સૌથી પ્રથમ પૂજાના અધિકારી દેવ, વિઘ્નહર્તા ગણનાથ ને
આંગણીયે આવકારવાનો મંગલ પ્રસંગ. ચાલો પંચદેવની વંદના સાથે ગણપતિ બાપા મોરિયા ને
સમરીયે…..
The sweetest grapes are picked from the vineyard of friendship.
(Thanks to shri Pravinbhai Patel (Sandi ago) for his forwarded e mail)
પંચ વંદના…….(આભાર..ભજનાવલિ)
પહેલાં સમરું ગણપતિ દેવા, વિઘ્ન દેજો કાપી રે
બીજે સમરું શારદા માતા, વાણી નિર્મળ આપી રે
ત્રીજે સમરું ગુરુચરણ ને, પાવન કીધા પાપી રે
ચોથે સમરું માતાપિતાને , સદબુધ્ધિ બહુ આપી રે
પાંચમે સમરું પરમેશ્વરને, માનવ પદવી આપી રે
………………………………………………………………………
બિરાજો ગણેશ દેવા….રમેશ પટેલ(આકાશદીપ)
મંગલ મૂર્તિ ઓ દેવ દુંદાળા
વાગે ઢોલ ને વાગે નગારા
ગાઉં ગુણ ગૌરી પુત્ર ગણનાથા
પધારો પ્રથમ રે ગણેશ દેવા
સૂર્ય કોટિ સમ પ્રભા તમારી
સ્વીકારો મંગલ આરતી અમારી
ઝૂલે તોરણ ને ઉડાડું ગુલાલ
બાજઠે બિરાજો રે ગણેશ દેવા
રિધ્ધિ સિધ્ધિના તમે તો દાતા
હરજો સંકટ સવેળા ઓ ત્રાતા
પ્રસાદમાં મોદક સાકર મેવા
ધન્ય અમે તવ દર્શને દેવા
સમરીએ ભાવે ગજાનન વિનાયક
દે જો આશિષ થાય સુખી જગ સકળ
રમેશ પટેલ(આકાશદીપ)



આદરણીય શ્રી રમેશભાઈ,
વિઘ્નહર્તા ગણેશજી ની સુંદર આરતી સાથે વંદના….
ગણપતિ દાદા મૌર્યા ….
ધન્યવાદ …!
મંગલ મૂર્તિ ઓ દેવ દુંદાળા
વાગે ઢોલ ને વાગે નગારા
With these words you sent your Invitation to Lord Ganesh.
Nice Rachana !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Chandrapukar Par Avjo !
વાહ રામેશ ભાઈ
એક ભજન/લોક ગીત યાદ આવ્યું
લાંબી સૂન્ઢઆળા
મોટી ફાદાળા
હે મારા ગણેશ દુંદાળા
બિરાજો ગણેશ દેવા….વાહ સુંદર!
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
સમરીએ ભાવે ગજાનન વિનાયક
દે જો આશિષ થાય સુખી જગ સકળ
વિઘ્ન હર્તા વિઘ્ન વિનાશક ગણપતિ બાપના સુંદર ભજન
સાથે ગણેશ સ્થાપન માટે બાપને બિરાજવા આહ્વાહન કરતુ
સુંદર ભક્તિ ભાવથી ભરપુર વંદના.
[...] બિરાજો ગણેશ દેવા….રમેશ પટેલ(આકાશદીપ) (via આકાશદીપ) September 2, 2011 vijayshah Leave a comment Go to comments ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી. સૌથી પ્રથમ પૂજાના અધિકારી દેવ, વિઘ્નહર્તા ગણનાથ ને આંગણીયે આવકારવાનો મંગલ પ્રસંગ. ચાલો પંચદેવની વંદના સાથે ગણપતિ બાપા મોરિયા ને સમરીયે….. The sweetest grapes are picked from the vineyard of friendship. LORD GANESHA Ganesh Chaturthi is celebrated on the birthday of Lord Ganesh (Ganesha), the god of wisdom and prosperity on the fourth day of the moons bright fortnight, or period from new moon in the lunar month o … Read More [...]
શુભ પર્વે શુભ-કામના
શ્રી ગણેશજીની બહુજ સુન્દર ભાવભરી આરાધના .
સૂર્ય કોટિ સમ પ્રભા તમારી
સ્વીકારો મંગલ આરતી અમારી
ઝૂલે તોરણ ને ઉડાડું ગુલાલ
બાજઠે બિરાજો રે ગણેશ દેવા
khub j bhaavbhari stuti..ane ganeshji aankh saame aavi jaay…prerna ane aashirvaad relaavta hoy em laage chhe..Tvamev pratyaksham bhrahmasi..