શ્રી કરસનદાસ માણેકની હૃદય સ્પર્શતી અનેક રચનાઓ એ આપણા
સાહિત્ય થકી ઉજાશ પ્રગટાવતી કૃતિઓ છે. એક ગઝલના થોડા શેર
સાચે જ માણી ધન્યતા અનુભવાય છે.
એક સપનું મુજ ખોવાઈ ગયું….કરસનદાસ માણેક
જ્યાં દ્ર્ષ્ટિ પડે ત્યાં દારુણ દવ, ને કાન પડે ત્યાં કોલાહલઃ
અફસોસ , તમારી ધાંધલમાં, એક સપનું મુજ ખોવાઈ ગયું!
રે જિંદગીભર ભ્રમણા સેવી, ને એક ઘડી એવી ઊગી
કે કંચન છે કે કથીર, એ સ્પષ્ટ પણે જોવાઈ ગયું
હું ફાટી આંખે શોધી રહ્યો સોનેરી રજકણ સુખડાંનાં
ત્યાં જીવનકેરાં સૂત્રમહીં દુઃખ મોતી બની પરોવાઈ ગયું
દુનિયા આખીની દોલતને લૂંટવા હું નીકળ્યો’તો નાદાન
ને રસ્તામાં એક માંડ રળેલું કાવડિયું ખોવાઈ ગયું
અમૃત તો હાથે ન્હોતું ચઢ્યું, પણ નીર હતું નિર્મળ થોડું
દુર્ભાગ્ય જુઓ, રે તેય હલાહલ સંગાથે ઘોળાઈ ગયું
હું પૂછું ;પુષ્પો પથ્થરમાં એકાએક શેં પલટાઈ ગયાં,
ને અબીલગુલાલ તણું અર્ચન શેં પંકે ઝબકોળાઈ ગયું!
કરસનદાસ માણેક(‘મધુવન’ પુસ્તકમાંથી સાભાર)
સરસ બહુજ સરસ
રમેશ ભાઈ કરશન દાસ ની વાણીમાં નર્યું સત્ય ભર્યું હોય છે
પરંતુ સત્ય હંમેશા ક્દ્વુંજ હોય છે
સરસ બહુજ સરસ
રમેશ ભાઈ કરશન દાસ ની વાણીમાં નર્યું સત્ય ભર્યું હોય છે
પરંતુ સત્ય હંમેશા કડવું હોય છે
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
અમૃત તો હાથે ન્હોતું ચઢ્યું, પણ નીર હતું નિર્મળ થોડું
દુર્ભાગ્ય જુઓ, રે તેય હલાહલ સંગાથે ઘોળાઈ ગયું
કરશનદાસ માણેકના ” મધુવન”માંથી માણેલા શેર સુંદર
અભિભાવ અને સત્યતા રજુ કરે છે.
આદરણીય શ્રી રમેશભાઈ,
રે જિંદગીભર ભ્રમણા સેવી, ને એક ઘડી એવી ઊગી
કે કંચન છે કે કથીર, એ સ્પષ્ટ પણે જોવાઈ ગયું
હું ફાટી આંખે શોધી રહ્યો સોનેરી રજકણ સુખડાંનાં
ત્યાં જીવનકેરાં સૂત્રમહીં દુઃખ મોતી બની પરોવાઈ ગયું
કરશનદાસ માણેક ની રચના માટે કોઈ કોમેન્ટ્સ મૂકવી તેતો નાના મોઢે મોટી વાય કરવા બરાબર છે, રચનામાં કરેલ રજૂઆત અને મર્મ જ મનનીય છે. ખૂબજ સુંદર રચના.
આભાર ………!