માણસ પાસે જ્યારે સત્તા આવે ત્યારે તેનો એક પાવર એવો આવી જાય છે કે સત્ય
દેખાતી વાતો તેને વિપરિત લાગે છે. તેનું વર્તન કેફથી સારા-નરસાનો વિવેક ખોઈ
બેસે છે. જ્યારે કુદરત ન્યાય આપી દે છે ત્યારે સંભલવાનો સમય જતો રહે છે.
આજે ભારત દેશ કરવટ બદલી રહ્યો છે અને લોકજાગૃતિ વધતી જાય છે.સત્તાધીશો
સવેળા જાગી જાય અને કેફમાંથી બહાર આવે, પ્રજાહિતની ઉપેક્ષા ના કરે,
એવી અપેક્ષા સાથે ‘કેફ’ ની ગઝલના ભાવો માણીએ
કેફમાં ભૂલ્યા કરું…..રમેશ પટેલ(આકાશદીપ)
બસ આપણે તો આપણે એ જ ભ્રમમાં હાલ્યા કરું
પકડેલ તંતો ને રમાડી કેફમાં ભૂલ્યા કરું
છું હું સવાયો આ જગે, રાચી જ ઘૂઘવ્યા કરું
ભરતી પછી ઓટ છે એ કેફમાં ભૂલ્યા કરું
ઘા એક કટકા બે જ ની મસ્તીથી ગાજ્યા કરું
બનતા મિત્રો દુશ્મન તો પણ કેફમાં ભૂલ્યા કરું
વ્યવહારનાં લેખાં જ ભૂલી ત્રાજવે તોલ્યા કરું
શાણપણની વાત વિસરી કેફમાં ભૂલ્યા કરું
ખીલ્યું પ્રભાત ઝળહળશે નભ એ જ હું ગાયા કરું
ને વાત સંધ્યા રાતની હું કેફમાં ભૂલ્યા કરું
‘આકાશદીપ ‘ વદે નશો જાશે જ નક્કી ઊતરી
જાયે સમય થાશે પછી શું ? કેફમાં ભૂલ્યા કરું
રમેશ પટેલ(આકાશદીપ)
‘આકાશદીપ ‘ વદે નશો જાશે જ નક્કી ઊતરી
જાયે સમય થાશે પછી શું ? કેફમાં ભૂલ્યા કરું
બહુ સરસ.
ખીલ્યું પ્રભાત ઝળહળશે નભ એ જ હું ગાયા કરું
ને વાત સંધ્યા રાતની હું કેફમાં ભૂલ્યા કરું શું રદિફ લૈ આવ્યા ..એકજ શબ્દ કહું છું કેફમાં બિલકુલ નથી બાહોશો હવાસમાં….વાહ
બહુજ સુંદર રમેશ ભાઈ
ઘા એક કટકા બે જ ની મસ્તીથી ગાજ્યા કરું
બનતા મિત્રો દુશ્મન તો પણ કેફમાં ભૂલ્યા કરું
છું હું સવાયો આ જગે, રાચી જ ઘૂઘવ્યા કરું
ભરતી પછી ઓટ છે એ કેફમાં ભૂલ્યા કરું
ખૂબજ સુંદર
આદરણીય શ્રી રમેશભાઈ,
વ્યવહારનાં લેખાં જ ભૂલી ત્રાજવે તોલ્યા કરું
શાણપણની વાત વિસરી કેફમાં ભૂલ્યા કરું
ખીલ્યું પ્રભાત ઝળહળશે નભ એ જ હું ગાયા કરું
ને વાત સંધ્યા રાતની હું કેફમાં ભૂલ્યા કરું
‘આકાશદીપ ‘ વદે નશો જાશે જ નક્કી ઊતરી
જાયે સમય થાશે પછી શું ? કેફમાં ભૂલ્યા કરું …
ખૂબજ માર્મિક ભાવ સાથેના દરેક શેર પસંદ આવ્યા…
બસ જો આ કેફ ઉતરી જાય તો ઘણી સમસ્યાનો આપોઆપ અંત આવી જાય છે.
ખૂબજ સુંદર…
આકાશમાં દીપ વડે રોશનીના કિરણો વહેતા
કરો છો આપ.
સુંદર રચના