રાજ્યોની ચૂંટણીના પડઘમ વાગ્યા છે. લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી.
મતદાનથી પ્રજાના હિતની રખવાળી કરે તેવા યોગ્ય ઉમેદવારને
જીતાડવો એટલે જ આપણા અને દેશના ભાવિનું રાજ તિલક. આ
ફરજની મજા આ ગીત વડે માણીએ..સમજી જજો ગીતના ઢાળને.
હાલો હાલોને લોકશાહીની જાનમાં…રમેશ પટેલ(આકાશદીપ)
લાડલી લોકશાહીની લાડલી રે
લાડલીના લગનીયાં લેવાય
પાંચ પાંચ વરસે આવ્યાં ટાણાં
લોકશાહીને દઈએ સન્માન
લાડલીના લગનીયાં લેવાય
હાલો હાલોને લોકશાહીની જાનમાં
મળતીયાઓએ બાંધ્યો રૂડો માંડવો રે
લાભીયા પીરસે પકવાન
લાગે વ્હાલાં જે ગાય ગીતડાં,
જાહેરમાં વચનોની લ્હાણ
હાલો હાલોને લોકશાહીની જાનમાં
સાળીઓ થઈ આજ કોયલડી રે
શેરીએ ટહુકે દિન રાત
સાળા એ બાંધ્યા છે ઢોલકાં રે,
ફોઈઓ ફૂંકે શરણાઈ
હાલો હાલોને લોકશાહીની જાનમાં
સામા મળ્યા ને નવાજ્યા ભાવે
દીધા કાકાઓને હુલામણા નામ
નાણા કોથળી મૂકી છૂટી રે,
દોડે ગાડીઓની વણઝાર
હાલો હાલોને લોકશાહીની જાનમાં
ટિકિટ ના મળે એ ચાલ્યા રીસામણે રે
ચાલે અવળી રે ચાલ
વાટે ફરકાવે કાળા વાવટા રે,
મળ્યા શત્રુ મેદાન
હાલો હાલોને લોકશાહીની જાનમાં
નેતાજી અમારા લાડલા રે
જીભે ફરે રે કટાર
મોકલ્યા સામે બે ડાઘીયા ને,
વિરોધીઓના કરડ્યા છે કાન
હાલો હાલોને લોકશાહીની જાનમાં
વિરોધીઓ ફૂલે થઈ ફાળકે રે,
માઈકમાં ઘૂરકે અપાર
ધાંધલ ધમાલની મોંકાણ મોટી રે
પોલીસે કીધી ધુલાઈ
હાલો હાલોને લોકશાહીની જાનમાં
કોણ પરણે ને કોણ હાલ્યા જાનમાં
પ્રજા કરજો રે વિચાર
જડશે નેતા કોઈ સાચલો રે,
દેજો મત વિચારી સુજાણ
લાડલી લોકશાહીની લાડલી રે
લાડલીના લગનીયાં લેવાય
હાલો હાલોને લોકશાહીની જાનમાં
આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ )
હા ચલો આ જાનમાં જવું છે. ને માણવું છે.
પેલી ભજન છે ને કે રામબાણ વાગ્યા હોય તે જાણે તો જેને આ પ્રક્રિયા
નજીકથી નિહાળી હોય કે ચુંટણીમાં મતદાન ઓફિસર તરીકે ભાગ લીધો હોય
તે આવા ગીતને સુનદર વાચા આપી શકે. દરેક પંક્તિ એ કવિએ પ્રજાને સરસ
સમજાવી લોકશાહીને જીવંત રાખવા હાકલ કરી છે. ધન્ય કવિની રાષ્ટ્ર ભાવનાને
રમેશભાઈ,
નેતાજી અમારા લાડલા રે
જીભે ફરે રે કટાર
મોકલ્યા સામે બે ડાઘીયા ને,
વિરોધીઓના કરડ્યા છે કાન
પોલીટિકલી કરેક્ટ
સપના
રાજ્યોની ચૂંટણીના પડઘમ વાગ્યા છે. લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી.
મતદાનથી પ્રજાના હિતની રખવાળી કરે તેવા યોગ્ય ઉમેદવારને
જીતાડવો એટલે જ આપણા અને દેશના ભાવિનું રાજ તિલક. આ
ફરજની મજા આ ગીત વડે માણીએ..સમજી જજો ગીતના ઢાળને.
સદા યાદ રાખો આઝાદી માટે શહિદી
क्या हुआ गर मर गए अपने वतन के वास्ते
बुलबुलें कुर्बान होती हैं चमन के वास्ते
કોણ પરણે ને કોણ હાલ્યા જાનમાં
પ્રજા કરજો રે વિચાર
જડશે નેતા કોઈ સાચલો રે,
દેજો મત વિચારી સુજાણ
લાડલી લોકશાહીની લાડલી રે
લાડલીના લગનીયાં લેવાય
Shree Rameshbhai, jame chhe a rachana aapni shaili ma..
સુંદર રજુઆત તમારા રાજકિય અભિગમની.
અરે, વાહ! એકદમ ફર્સ્ટ ક્લાસ લખ્યું છે. સાવ નવી જ ઈસ્ટાઈલ . મજા આવી ગઈ.
પણ મને લાગે છે કે, દેશમાં હવે ઠીક ઠીક જાગૃતિ આવી ગઈ છે. કદાચ આ ચ્હૂંટણીમાં અણધાર્યા પરિણામો આવે તો નવાઈ નહીં.
ન.મો.એ ઘણાની ઊંઘ હરામ કરી દીધી છે. એ તકવાદીઓને હમ્મેશ માટે પાણીચું મળે ; એવી આશા રાખીએ.
જોકે, એમને તો કાળાપાણીની સજા પણ હળવી છે. ગાંધીજી પુનર્જન્મ લે તો?
…. એમને શૂટ કરી દે.
બહુ મજાનો અને આગવો વિચાર કવિતા માં જોવા મળ્યો મજા આવી.કોણ પરણે ને કોણ હાલ્યા જાનમાં
પ્રજા કરજો રે વિચાર
જડશે નેતા કોઈ સાચલો રે,
કોણ પરણે ને કોણ હાલ્યા જાનમાં
પ્રજા કરજો રે વિચાર
જડશે નેતા કોઈ સાચલો રે,
દેજો મત વિચારી સુજાણ
Election….and a very nice words for the Public for giving the VOTE to the right person !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
આદરણીય શ્રી રમેશભાઈ,
કોણ પરણે ને કોણ હાલ્યા જાનમાં
પ્રજા કરજો રે વિચાર
જડશે નેતા કોઈ સાચલો રે,
દેજો મત વિચારી સુજાણ
લાડલી લોકશાહીની લાડલી રે
લાડલીના લગનીયાં લેવાય
હાલો હાલોને લોકશાહીની જાનમાં
એક નવી જ ભાતથી ,સુંદર રચના દ્વારા જન જાગૃતિ નો સુંદર પ્રયાસ.